ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને ખાસ સાધારણ સભાની બેઠકમાં સર્વ સમતીએ ઠરાવો મંજૂર કરવામાં આવેલ હતા

સાવરકુંડલા નગરપાલિકા ખાતે પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાખંડમાં ખાસ સાધારણ સભા મળી હતી આ સામાન્ય સભામાં પુનરાવર્તિત વિકાસ યોજના 2041 અન્વયે નગર આયોજન સમિતિ દ્વારા કરેલ ઠરાવને બહાલી આપવામાં આવેલ સાવરકુંડલા શહેરને આગામી 25 થી 40 વર્ષના વિકાસને ધ્યાન રાખી ગટર પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી આવશ્યક સેવા ગુણવત્તા યુક્ત મળી રહે તેવા શુભ આશ્રય થી આ કામ ને અસર કરશે ના નિયમ મુજબ ઓનલાઇન ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને એજન્સીની નિમણૂક કરવા નો મુસદ્દો ચર્ચામાં રૂજૂ થતા હાજર સભ્યો દ્વારા સર્વનામતે ઠરાવો મંજૂર થયેલ હતા આ ખાસ સાધારણ મા  ઉપપ્રમુખ પ્રતિક નાકરાણી કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ દંડક અજયભાઈ ખુમાણ પક્ષનેતા જનકબેન કરસનભાઈ આલ , તેમજ વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ, સદસ્યો શ્રીઓ, ચિફ ઓફીસર સહિત કર્મચારી ઓ ઉપસ્થિત રહેલ હતા.