રાજુલા દુલભૅશ્વર મહાદેવ મંદિર ખાતે કળશ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું

મહંત શ્રી વૈજનાથ ભારતીજી મહારાજ દ્વારા કળશનું સ્વાગત કરી ને દુલભૅશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં પધરાવ્યો અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્માણ પામી રહેલા ભવ્ય અને દિવ્ય મહા મંદિર તરફથી સમગ્ર દેશમાં ઘર ઘર અયોધ્યા અભિયાન આરંભાયુ છે આ અભિયાન અંતર્ગત શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યાથી આવેલી અયોધ્યા કળશ યાત્રા નું રાજુલા ના દુર્લભનગર ખાતે આવેલ દુલભૅશ્વર મહાદેવ મંદિર ખાતે આગમન થયું હતું સાંજના પાંચ કલાકે આ કળશ યાત્રા નું ધામ ધુમ થી અહીંના મહંત શ્રી વૈજનાથ ભારતીજી મહારાજ તથા  અહીંના રહેવાસીઓ દ્વારા સ્વાગત કર્યું હતું અને આ કળશ નું દુલભૅશ્વર મહાદેવ મંદિર માં પધરાવી ને તેનું પૂજન અર્ચના કરી હતી ને હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા હતા માગશર માસનું મહા આદ્રા નક્ષત્ર ખૂબ મહત્વ નો દિવસ હોવાથી ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરી કરીને દીપમાળા કરવામાં આવી હતી આમ આજના દિવસે  શિવલિંગ નું પુજા અર્ચના કરવા નું મહત્વ હોવાથી સર્વ આ સોસાયટી ના રહિશો એ અયોધ્યા થી આવેલ કળશ અને શિવલિંગ પુજન કરવા ભારે ભીડ જોવા મળી હતી