ચલાલામાં લક્ઝરી બસનાં કાચ તોડી નુક્શાન કર્યુ

ચલાલા,
ચલાલામાં અમરેલી રોડ ઉપર પેટ્રોલ પંપ બાજુમાં જીજે14ટી 0693 નંબરની સાગર ટ્રાવેલ્સની બસ રાખવામાં આવી હતી. સવારનાં સમયે માલિક રવિદાસભાઇ હરીયાણી પોતાની ટ્રાવેલ્સ ગાડી લેવા ગયા ત્યારે જોયું તો કોઇ હરામખોરે કે પછી લુખ્ખા તત્વોએ આગળનો કાચ પત્થર મારી ફોડી નાખેલો હોય અને રૂા.12 હજારનું નુક્શાન પહોંચાડેલું હોય તેથી માલિક રવિભાઇ હરિયાણીએ ચલાલા પોલીસ સ્ટેશને જઇને જાણવા જોગ લેખિત રજુઆત કરતા પીએસઆઇ શ્રી ગોહિલે રજુઆત સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ અંગે ગાડી માલિકોએ જણાવ્યું હતું કે, અગાઉ પણ મારી ગાડીનો કાચ ફોડી નાખ્યો હતો ત્યારે પોલીસને જાણ કરી ન હતી. હમણાં થોડા વખતથી ચલાલામાં ચોરીનાં બનાવ બની રહ્યાં છે. વેપારી સમાજનાં વ્યક્તિની લાલ કલરની ટ્રાવેલ્સમાંથી ચાલુ બેટરીની કોઇ ચોરી કરી લઇ ગયાં હતાં એજ રીતે દાનેવ પ્લોટમાં રહેણાંક વિસ્તારમાં ધોળા દિવસે ઘર વખરીની ચોરી થવા પામી હતી. આવા ચોરીનાં બનાવો અને અસામાજીક પ્રવૃતિઓ બનતી રહે છે તો રાત્રીનાં પોલીસ હોમગાર્ડનું પેટ્રોલીંગ શરૂ કરવા લોક માંગણી ઉઠી છે.