અમરેલી જીલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળોેએ જુગારના દરોડા

અમરેલી,

અમરેલી જીલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળોએ પોલિસે જામેલી જુગારની બાજી પલ્ટાવી ત્રણ મહિલા સહિત 15 શખ્સોને રેઈડ દરમ્યાન રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ/.54,730 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. ખાંભા તાલુકાના ધ્ાુંધવાણા ગામે લાખાભાઈ ભગવાનભાઈ મકવાણાના રહેણાંક મકાનના ડેલા પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા જયસુખ જોરૂભાઈ સોલંકી , મુકેશ ઉર્ફે, મુનો રામજીભાઈ રાઠોડ, વિજય જીવરાજભાઈ ચાવડા, ધર્મેશ જીણાભાઈ મકવાણા, ભાવેશ અરજણભાઈ વાઘેલા , શીવા વીરાભાઈ ગોહિલ, ગોરધન રામજીભાઈ રાઠોડ, હરજી દેસાભાઈ રાઠોડને પો. કોન્સ . મીતેશભાઈ વાળાએ રોકડ રૂ/.10,600, અલગ અલગ કંપનીના 5 મોબાઈલ રૂ/.21,000 મળી કુલ રૂ/. 31,600 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા., રાજુલા તવકકલ નગરમાં રહેતા સાલેભાઈ ઉંમરભાઈ જોખીયાના રહેણાંક મકાન પાસે જાહેર બજારમાં હારજીતનો જુગાર રમતામેહરૂનબેન હનીફભાઈ શેખ ,સવિતાબેન ભરતભાઈ માળી , તેજલબેન ભરતભાઈ માળીને લોકરક્ષક પરેશભાઈ દાફડાએ રોકડ રૂ/.12,300 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.જયારે લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામે તળાવ પાસે આવેલ ખારામાં જાહેરમાં જુગારરમતા કિશોર ભવાનભાઈ સાબળીયા, પ્રવિણ પરષોતભાઈ ગોહિલ, સંજય પરષોતમભાઈ જાદવ, અરવિંદ વાઘજીભાઈ ગોહિલને પો. કોન્સ. સુનિલભાઈ રાઠોડે રોકડ રૂ/.10,830 ના મુદામાલ સાથે ઝડપી પાડયા