ગાધકડામાં પ્લોટમાં દબાણ કરવાનીના પાડતા બે કુંટુંબીઓ વચ્ચે મારામારી સર્જાઇ

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે રહેતા હરેશભાઈ જીવાભાઈ સોલંકી અને સામાવાળા એક જ કુંટુંબના હોય. હરેશભાઈનું ગાધકડા ગામે કલ્યાણપુર વિસ્તારમાં જુનું પડી ગયેલ મકાન આવેલ હોય. જે મકાનને અડીને સામેવાળાઓનું રહેણાંક મકાન આવેલ હોય. ત્યાં વીનુ ગોવિંદ સોલંકી નવા મકાનનું બાંધકામ કરતા હોય અને હરેશભાઈના પ્લોટમાં દબાણ કરતા દબાણ કરવાની ના પાડતા અને દિવાલ કાઢી નાખવાનું કહેતા દિવાલ કાઢી નાખવાની ના પાડતા નેહાબેન તથા નાનીબેેને દિવાલમાંથી ઈંટો કાઢવાનું શરૂ કરતા વિનુ ગોવિંદભાઈ, અમરસિંહ ગોવિંદભાઈ સોલંકી હાથમાં ધારીયું અને ધોકા લઈ ભારતીબેન વિનુભાઈ, મણીબેન ગોવિંદભાઈ ,મનિષાબેન મુકેશભાઈ , દક્ષાબેન અમરશીભાઈ મુકેશ ગોવિંદભાઈ સોલંકી એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી વિનુએ ધારીયા વડે તેમજ અમરશીએ ધોકા વડે નેહાબેનને પીઠ તથા ડાબા પડખામાં મુંઢમાર મારી ઈજા કરી અમરશીએ હરેશભાઈને ડાબા હાથે બાવડા ઉપર ધોકા વડે મુંઢમાર મારી ભારતીબેને ઈંટનો છુટો ઘા મારી નેહાબેનને પીઠના ભાગે ઈજા કરી અન્યોએ નાનીબેનને ઢીકાપાટુંનો મારમારી ઈજા કરી ધમકી આપ્યાની સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.સામાપક્ષે વિનુભાઈ ગોવિંદભાઈ સોલંકીએ તેમના પ્લોટમાં જુનું મકાન પાડી નવા મકાનનું ચણતર કરતા હોય ત્યારે તેના કુંટુંબીઓ હરેશ જીવાભાઈ સોલંકીએ વિનુભાઈ તથા તેમના કુંટુંબને દિવાલ પાડવાની ના પાડતા કહેલ કે અમારા પ્લોટમાં દબાણ કરો છો જેથી વિનુભાઈએ કહેલ કેઆપણે પ્લોટ મપાવી લઈએ .જેથી પ્લોટ માપવાની ના પાડી હરેશ જીવાભાઈ , નેહાબેન હરેશભાઈ , નાનીબેન જીવાભાઈએ ગાળો બોલી પાઈપ અને ત્રિકમ વડે વિનુભાઈ અને તેના કુંટુંબીઓને મારમારી ઈજા કર્યાની સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ