ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને આવકારવામાં આવ્યો

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી માહિતગાર થાય તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. આ તકે ગ્રામજનોએ અનેરા ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું. શાળાની બાળાઓએ સ્વાગત ગીત તેમજ નાટક સહિતના કાર્યક્રમ યોજવામાં આવેલ. આ પ્રસંગે જુના માલકનેશ ગામે આવેલા રથમાં ગ્રામજનો અને ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો પ્રજાજોગ સંદેશો સાંભળી ફિલ્મનું પ્રદર્શન નિહાળ્યું હતું અને વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિઘ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના  સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.ખાંભા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભીખાભાઈ સરવૈયા, ટીડીઓશ્રી, એ ટીડીઓ કાપડીશ્રી, ટી એચ ઓશ્રી ગૌસ્વામી, આઈ સી ડી એસ વિભાગ ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ, ઉજ્વલ્લા યોજના,પશુપાલન વિભાગ,વાસ્મો યોજના સહિતના કર્મચારીઓ ,ગામમાંથી સરપંચ શ્રી,મથુરભાઈ પરમાર,ઉપ સરપંચ શ્રી અનકભાઈ  કોટિલા, તલાટી કમ મંત્રી બગડા ભાઈ,પત્રકાર શ્રી હસમુખભાઈ શિયાળ,શાળાના આચાર્ય શ્રી કપિલભાઈ ઉપાધ્યાય તેમજ શાળા સ્ટાફ સહિત ગામના આગેવાનો વડીલો ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .