અમરેલી,
એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી એસએમસીની ટીમે વિસાવદરના વેકરીયા ગામની દેવડીધાર વિસ્તારમાં રાવણીના રસ્તા તરફ જુના રસ્તાની બાજુમાં દરોડો પાડી 166 બોટલ આઇએમએફની બોટલો ઝડપી લીધી હતી. એક વાહન સહિત રૂા.5.67. 780નો મુદામાલ સાથે મયુર મનુભાઇ જેબલીયા પ્રેમપરા ધારી ને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. આ દરોડાની કામગીરી એસએમસીના પીએસઆઇ શ્રી એ.વી. પટેલે કરી હતી.