બગસરા એસ.બી.આઇ. આસિસ્ટન્ટ મેનેજર જન્મ દિવસ નિમિતે સ્લમ વિસ્તાર ના બાળકો ને લંચબોક્સ ભેટ આપી ઉજવણી કરી

બગસરા એસ.બી.આઇ.શાખા ના આસિસ્ટન્ટ મેનેજર શ્રી  પિયુષભાઈ શાહ ની ૬૦ મી વર્ષગાંઠ નિમિત્તે બગસરા ના સ્લમ વિસ્તાર ના બાળકો ને લંચ બોક્ષ ભેટ આપી અનોખી રીતે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી.   જન્મ દિવસ ની ઉજવણી નિમિત્તે કેક કાપવી નહી,  મીણબત્તી ઓલવવી નહી   પણ જીવનદીપ પ્રગટાવી  છેવાડાના વંચિત પરીવાર ના બાળકો ને મદદરૂપ બની  પીયુષ ભાઈ શાહ સાહેબે  સૌને પ્રેરણા મળે એ રીતે જન્મ દિવસ ની ઉજવણી કરી,  ૭૫. બાળકો ના ચહેરા ઉપર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો એ બદલ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર દ્વારા  આભાર વ્યક્ત કરવામાં આવેલ. દેવચંદ સાવલિયા બગસરા.