રાજુલા જાફરાબાદ તાલુકા નાં રેવન્યુ તલાટી મંત્રીઓ અને નાયબ મામલતદાર ની ખાલી જગ્યાઓ ભરવા માંગ

અમરેલી જિલ્લાનાં રાજુલા અને જાફરાબાદ બંને તાલુકાઓમાં ખેતી ની સાથોસાથ ઔધોગિક એકમો અને મીઠા ઉદ્યોગ પણ આવેલ છે જેનાં કારણે અહિયાં રેવન્યુ તલાટી મંત્રીઓ પાસે અન્ય વિસ્તાર કરતાં કામગીરી વધુ હોય છે. રાજુલા તાલુકા માં ૭૨ જેટલા ગામો આવેલા છે અહિયાં ૧૭ રેવન્યુ ગ્રુપ આવેલ છે અને મહેકમ મુજબ ૧૭ જગ્યાઓ છે જ્યારે તેની સામે હાલ ૬ રેવન્યુ તલાટી મંત્રી અહીંયા ફરજ બજાવી રહ્યા છે ૧૧ જગ્યાઓ ખાલી પડી છે તેનાં કારણે એક રેવન્યુ તલાટી મંત્રી પાસે ૨-૩ રેવન્યુ ગ્રુપ નાં ગામો આપવામાં આવેલ છે બીજી તરફ જાફરાબાદ તાલુકામાં મહેકમ મુજબ કુલ ૮ રેવન્યુ તલાટી મંત્રીની જગ્યાઓ છે જેની સામે હાલ ૨ જ રેવન્યુ તલાટી મંત્રી અહીંયા ફરજ બજાવી રહ્યા છે હાલ ૬ જગ્યાઓ ખાલી છે આમ આ બંને તાલુકાઓમાં રેવન્યુ તલાટી મંત્રી ની જગ્યાઓ ખાલી રહેવા નાં કારણે અન્ય રેવન્યુ તલાટી મંત્રીઓને વધારાની જવાબદારી સોંપવામાં આવેલ છે તેનાં કારણે અરજદારો અને કચેરી નાં સમયસર કાર્યો થઈ શકતાં નથી કારણકે મોટા ભાગનાં રેવન્યુ તલાટી મંત્રી નોટિસ બજવણી, તપાસ, રોજકામ,પંચરોજ સહિત ની ફિલ્ડ કામગીરી માં જ વ્યસ્ત રહે છે જેનાં કારણે સમયસર કામગીરી થઈ શકતી નથી. રેવન્યુ તલાટી મંત્રીઓ માંથી નાયબ મામલતદાર તરીકે બઢતી થતાં રાજ્ય નાં મોટા ભાગ નાં તાલુકાઓમાં રેવન્યુ તલાટી મંત્રીઓની જગ્યાઓ ખાલી પડેલ છે. જે માટે વહેલી ટેક ભરતી પ્રક્રિયા હાથ ધરવા ની માંગ સાથે મુખ્યમંત્રીશ્રી પત્ર લખ્યો હતો. આગામી દિવસોમાં સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.