ખડ ખંભાળિયા, કેરિયાચાડ અને તરકતળાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહેતા યુવા નેતા શ્રી મનીષ સંઘાણી

અમરેલી
ભારત દેશને ૨૦૪૭ માં વિકસિત ભારતનું સ્વ્પ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના ભારત દેશને દુનિયામાં સર્વોપરી કરવાનાં લક્ષ સાથે ભારત વિકસિત સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. જે આજ ખડ ખંભાળિયા, કેરિયાચાડ અને તરકતળાવ ખાતે પોહચી હતી. ત્યારે આઝાદી ૧૦૦ વર્ષ નવા ભારત ના સંકલ્પ સાથે નીકળેલ ભારત વિકસિત સંકલ્પ યાત્રા માં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ યાત્રાના માધ્યમ થી ગરીબો લક્ષી યોજનાઓ અને છેવાડા ના માનવી સુધી મોદી સરકાર ની વિવિધ યોજના ઓ પોંહચાડવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમજ સરકાર શ્રીની મેળવેલ વિવિધ યોજનાઓ ના લાભાર્થીઓને યોજના કીટ નું વિતરણ કરવામાં આવેલું હતું. ત્યારે ગુજરાત વિધાસભાના મુખ્ય નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરી અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ સાવલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરીયા, તાલુકા પંચાયત ના સદસ્યો અને લાલાવદર અને મોટા ગોખરવાળા ના ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા.