ચલાલાના પાદરગઢમાં 21 લાખની ખંડણી માંગી

અમરેલી,
ધારી તાલુકાના પાદરગઢ ગામની સીમમાં ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા નરેશભાઈ મગનભાઈ જેતાણી ઉ.વ. 33 એ પાદરગઢ ગામની સીમમાં ખેતીની જમીન 40 વીઘા વેચાતી રાખેલ હોય. જે જમીન અંગે પાદરગઢના રણજીત ભરતભાઈ વાળાએ મોબાઈલમાં ફોન કરી પોતાની ઓળખ આપી ખરીદેલ જમીન તેને પુછયા વગર ખરીદ કરેલ હોય. જેથી તે જમીનમાં ખેતીકામ કરવા માટે રૂ/.21 લાખની ખંડણી માંગેલ હોય. અને તે ખંડણી નહી આપે તો ખેતીકામ કરવા નહી દે અને તેની જમીનમાં નુકશાન કરશે તેવી ધમકી આપેલ હોય. અને રણજીતે નરેશભાઈ પાસેથી બળજબરીથી નાણા કઢાવવાનું ગુન્હાહીત કાવતરું રચી ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કામ કરતા ભાગીયા તથા મજુરોને ગાળો બોલી ખેતર મુકીને જતા રહેવા ધમકી આપી ઓરડીનો એક કેમેરો તોડી રૂ/.1500 નું નુકશાન કરેલ હોવાની નરેશભાઈને શંકા હોય. તેમજ અવાર નવાર અલગ અલગ તારીખ અને સમયે વાડીમાં કામ કરતા મજુરોને વાડી મુકીને જતા રહેવા ધમકી આપ્યાની ચલાલા પોલિસ મથકમાં ફરિયાદ