રાજુલાના યુવાને ધાતરવાડી ડેમમાં ઝંપલાવ્યું

અમરેલી,
રાજુલા બીડી કામદાર સોસાયટીમાં રહેતા રાજુભાઈ હુસૈનભાઈ જોખીયા ઉ.વ. 20ને તા. 1-1-24 ના સાંજના 7 વાગ્યે પિતાએ રાજુભાઈને તેનો જન્મદિવસ નહી ઉજવવા ઠપકો આપતા પોતાને મનમાં લાગી આવતા ધાતરવડી -2 સિંચાઈ યોજનાના ડેમમાં પોતે પોતાની મેળે પડી જતા પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું હુસૈનભાઈ જોખીયાએ રાજુલા પોલિસ મથકમાં જાહેર કરેલ