વડીયાની સીમમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની કુલ 375 બોટલો ઝડપાઇ

અમરેલી,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.04/01/2024 ના રોજ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, વડીયા ગામની સીમમાં જગદીશ બાબુભાઈ હરખાણીની વાડીએ આવેલ ગોડાઉનમાં હેરરાજ ઉર્ફે ભયલુ ભાભલુભાઈ વાળા એકબીજાના મીલાપીપણાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરે છે, જે મળેલ બાતમી હકિકત આધારે રેઇડ કરતા એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી હેમરાજ ઉર્ફે ભયલુ ભાભલુભાઈવાળા તથા સંડોવાયેલ પકડવાના બાકી આરોપી જગદીશ બાબુભાઈ હરખાણી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ