તા.૦૮ થી તા.૦૯ જાન્યુઆરી, દરમિયાન અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

  1. ખુલ્લામાં રહેલ ખેત પેદાશોની કાળજી માટેના પગલાં ભરવા

અમરેલી આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ) દ્વારા

અનુરોધ

અમરેલી, તા.૬ જાન્યુઆરી, ૨૦૨૪ (શનિવાર) ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની સૂચના છે તે મુજબ હવામાન ખાતાએ આગાહી કરી છે. તા.૦૮ થી તા.૦૯ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને છે. ખુલ્લામાં હોય તે તમામ ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ હોય તો તેને પલળતી અટકાવવા તકેદારીરુપે જરુરી પગલાંઓ ભરવા આવશ્યક છે.

અમરેલી જિલ્લામાં વરસાદના કારણે નુકશાની ન થાય તે માટે જરુરી વ્યવસ્થા કરવા અને તે માટે તકેદારીના પગલા લેવા અમરેલી આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ) મામલતદારશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.