સાવરકુંડલા માર્કેટયાર્ડમાં નવા ચણાની આવક શરૂ

સાવરકુંડલા,

સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સિજનના નવા ચણા ની આવક થઇ. ઘોબા ગામના ખેડુતશ્રી કાળુભાઇ ખોડાભાઇ રાઠોડએ રામાણી ટ્રેડીંગના કમીશનમાં ચણા વેચવા માટે આવેલ હોય સિજનના નવા ચણાની આવકના આજરોજ શ્રીગણેશ થયેલ છે. જે ચેરમેનશ્રી દિપકભાઇ માલાણી ના માર્ગદર્શન થી વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને મો મીઠુ કરાવીને હરરાજી ની શુભ શરૂઆત કરવામાં આવી અને ખરીદનાર વેપારીશ્રીઓ, તેમજ યાર્ડના આ.સેક્રેટરીશ્રી મુકેશભાઇ ત્રિવેદી, ઇન્સ્પેકટરશ્રી વનરાજભાઇ ખુમાણ, તેમજ સ્ટાફગણ અને ડીરેકટરશ્રીઓની ઉપસ્થિતીમાં ચણા ખરીદનાર વેપારીઓમાં મુહુર્તના ચણા ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવતા રૂદ્ર એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.1901/- ની ઉચી બોલી બોલીને મુહુર્તના ચણા ખરીદ કરેલ. જેથી મુહુર્ત ના સારા ભાવ બોલાતા ખેડુતોમાં પણ ખુશીનો માહોલ છવાયો