લાઠીના શાખપુરમાં રૂપિયા 2.42 કરોડનાં કામોનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી જનક તળાવિયા

લાઠી,

લાઠી તાલુકાના શાખપૂર ગામે ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના હસ્તે રૂ.2.42 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર સરકારી માધ્યમિક શાળા, ખોડિયાર મંદિર તરફ સી.સી.રોડ, તેમજ પાણીના સંપ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ .આ તકે અમરેલી જિલ્લા ભાજપ ના મગનભાઈ કાનાણી, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ શ્રી ભીખાભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય બાબુભાઈ ખુમાણ, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રાકેશભાઈ સોરઠીયા, ધર્મેશભાઈ પરમાર, સરપંચ જશુભાઇ ખુમાણ, ગ્રામ પંચાયતના તમામ સદસ્યો, ગામના ખેડૂતો, આગેવાનો તેમજ ગ્રામ જનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા, આ તકે તમામ આગેવાનો, સરપંચો તેમજ ગ્રામજનોએ ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાનો આભાર વ્યક્ત કરેલ હતો