રાજકોટમાં શ્રી નિરંજન શાહનાં હસ્તે ક્રિકેટ સ્ટુડીયોનો શુભારંભ

રાજકોટ,
પરજીયા સોની સમાજના ગૌરવરૂપ એવા શ્રી કેતન સુરૂ તથા તથા ક્ષત્રીય સમાજનાં ગૌરવ શ્રી વિરેન્દ્રસિંહ બસીયા અને પાટીદાર સમાજનાં ગૌરવ શ્રી એલ્વીશ ગોજારીયાની ટીમ દ્વારા બીસીસીઆઇના પુર્વ સેક્રેટરી નિરંજન શાહ ના વરદ હસ્તે અવધ ટાઇમ્સના તંત્રીશ્રી ભરતભાઇ ચૌહાણ તથા શ્રી જયદેવ શાહ સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં રાજકોટમાં ક્રિકેટ સ્ટુડીયોનો મંગલ પ્રારંભ થયો હતો.રાજકોટ તેમજ સમગ્ર જિલ્લા માટે ક્રિકેટમાં કેરીયર બનાવવા માંગતા ખેલાડીઓનું સ્વપ્ન સાકાર કરવા માટે અને તેમની જરુરીયાતોને ધ્યાનમાં રાખી રાજકોટના ઘર આંગણે, રાજકોટમાં જય જ્યોત ગૃપ દ્વારા સૌરાષ્ટ્રનો પ્રથમ ક્રિકેટ સ્ટુડીયો શરૂ કરાયો છે. જેમાં અસંખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બ્રાન્ડનાં ઇક્વીપ્મેેન્ટ 1100 સ્કે. ફુટની વિશાળ જગ્યામાં સ્ટુડીયો એ પણ ફક્ત ક્રિકેટ માટે એસ.જી., એસ.એસ., એફ.એફ. ડી.એસ.સી., જી.એમ., એમ.આર. એફ. , પ્યુમાં જેવી બધી બ્રાન્ડના બ્રાન્ડેડ અને કવોલીટી યુક્ત ક્રિકેટના સાધનો જેમ કે ક્રિકેટને લગતા ગ્લોવ્ઝ, પેડ્સ, સ્ટમ્પ, બોલ, ગાર્ડસ, હેલ્મેટ, જરસી, ગોગલ્સ, સુઝ, ક્રિકેટ કીટ, બેગ, કેપ જેવા અનેકવિધ સાધનો ખરીદવા માટે લોકોને આજ સુધી બીજા શહેરોમાં ધક્કો થતો હતો હવે રાજકોટમાં મળી રહે તેના માટે ક્રિકેટ સ્ટુડીયોનું ભવ્ય ઉદઘાટન બીસીસી આઇના પુર્વ સેક્રેટરી નિરંજન શાહના હસ્તે કરાયું હતુ આ પ્રસંગે અમરેલીથી અવધ ટાઇમ્સના તંત્રીશ્રી ભરતભાઇ ચૌહાણ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રેસિડેન્ટ શ્રી જયદેવ શાહ પરજીયતા સોની સમાજના અગ્રણી શ્રી જયંતિભાઇ સુરુ સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી