જાફરાબાદના ચીત્રાસરના હત્યા કેસમાં પાંચ આરોપીને આજીવન કેદ

રાજુલા,
જાફરાબાદનાં ચીત્રાસર ગામે દિવાળી સમયે સને 2020માં ગામમાં હુમલો કરી પાંચ વ્યકિતએ ખુન કરેલ તે કેસમાં રાજૂલાના એડીશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કટે આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી.
આ કેસમાં જીલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ.શિયાળની ઘારદાર મૌખીત દલીલ તથા દસ્તાવેજી પુરાઓ રાજુલા એડીશનલ સેશન્સ કોટેના જજ,એમ.એસ.સોનીએ માન્ય રાખી આરોપીઓ (1)ધીરૂભાઈ પાંચાભાઈ ચૌહાણ (2)અશોકભાઈ ધીરૂભાઈ ચૈગ.હાણ (3)લખમણભાઈ ધીરૂભાઈ ચૌહાણ (શામજીભાઈ કસાભાઈ ચૌહાણ (5)બાલાભાઈ સાદુભાઈ ચૌહાણ વાળાઓને કસુરવાર માનેલ છે.આરોપીઓએ સને 2020 ની સાલમાં જાફરાબાદના ચીત્રાસર ગામે ઈરાદાપૂવક એક સંપથઈ ભરતભાઈ મનુભાઈ ભાલીયાનુ ખુન કરીનાખેલ તેની ફરીયાદ ગુજરનારના ભાઈ સંજયભાઈ એ કરેલ ફરીયાદ ચાલી જતા ગ20એ કલમ 302,34 ના ગુન્હામાં પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા અને દરેકને રૂ12000/-નો દંડ કરેલ છે. આ હુકમથી જીલ્લા ભરના આ પ્રકારના ગુના કરવાની ટેવ વાળા આરોપીમા ફફડાટ ફેલાઈ ગયેલ છે.તેમજ સમાજમાં આવા પ્રકારના ગુન્હા થતા અટકાવવામાં આ ચુકાદો મદદરૂપ થશે.