સાવરકુંડલા અને મોટા જીંજુડા વચ્ચે સેંજળના યુવાન ઉપર જીવલેણ હુમલો

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના જનકભાઈ કાંતીભાઈ ડુબાણીયા ઉ.વ.27એ બે વર્ષ પહેલા આરોપીઓ સામે ફરીયાદ કરેલ હોય. જે કેસ કોર્ટમાં ચાલતો હોય તેમાં જનકભાઈ તેની મુદતે ગયેલ અને મુદત પુરી કરી પરત સેંજળ જતા હોય. પૃથ્વીરાજ અખુભાઈ ખુમાણ, ગૌતમ નાજભાઈ ખુમાણ, યુવરાજ દિલુભાઈ વિંછીયા, રવિરાજ દિલુભાઈ વિછીયા, નરેશ દિલુભાઈ ખુમાણ, ભગીરથ જયુભાઈ જેબલીયાએ કાળા કલરની ફોરવિલમાં આવી બાઈક પાછળ ઠોકર મારી બાઈકમાંથી પછાડી ફોરવિલ રીર્વસમાં લઈ મારીનાખવાના ઈરાદે સ્પીડમાં તેની ઉપર ચડા વી દેવાનો પ્રયત્ન કરતા ભાગી જતા તેની પાછળ જઈ લોખંડના પાઈપ અને કુહાડી જેવા પ્રાણ ઘાતક હથીયારો ધારણ કરી આડેધડ મારમારી જમના પગમાં ફ્રેક્ચર કરી ગાળો બોલી ધમકી આપ્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશીશ અને રાયોટીંગનો ગુનો નોંધી બનાવની તપાસ પી.એસ.આઈ આર.એલ.રાઠોડ ચલાવી રહ્યા છે.