બગસરામાં ચાઇનીઝ દોરી ફીરકીઓ ઝડપાઇ

બગસરા,
બગસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા બગસરા ટાઉન વિસ્તારમા આવેલ દોરી પંતગો ની દુકાનો ચેક કરવા સારૂ પેટ્રાલીંગ મા નિકળેલ અને પેટ્રોલીંગ ફરતા-ફરતા ગોંડલીયા ચોક પાસે આવતા બાતમી રાહે હકીકત મળેલ કે અમરપરા નવા બસ સ્ટેશન પાસે મારૂતીનંદન સીઝન સ્ટોર તથા બુક સ્ટોરની લખેલ દુકાને પતંગ ઉડાડવાની ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરી, ફીરકી વેચાણ કરવા સારૂ પોતાની દુકાને લાવેલ છે. જે દુકાનમા જઇ ઝડતી તપાસ કરતા એક ખાખી કલરનુ ખોખુ પડેલ હોય જે થી ખોખા મા જોતા પ્લાસ્ટીક ની ચાઇનીઝ દોરીઓના કોકડાઓ નંગ-31 જે તમામ કોકડાઓ ઉપર જોતા કાળા કલરના 30:40 5%3 લખેલ ચાઈનીઝ દોરીના કોકડા ઓ કુલ નંગ-31 કિ.રૂ.10.850/- ના મુદામાલ રાખી મળી આવેલ હોય જે ઇસમ વિરૂધ્ધ બગસરા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નંબર-111930092 400010/2024 આઇ.પી.સી. કલમ188મુજબનો ગુન્હો રજી. કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. એ:(1) જીગ્નેશભાઈ ધીરૂભાઈ રાઠોડ ઉ.વ.30 ધંધો.વેપાર રહે.બગસરા મારૂતીધામ સોસાયટી નં-02 તા.બગસરા જી.અમરેલી મુળ રહે.ડેરી પીપરીયા તા.બગસરા જી અમરેલી 9:-ચાઈનીઝ દોરીના કોકડાઓ કાળા કલરના 3010840 5184 લખેલ કુલ નંગ-31 ની કિ.રૂ.10.580/-નો મુદામાલ મળી આવે છે.