માણાવદર ના ભૂદેવો એ જેતપુર ની બહેરા મૂંગા શાળા માં 25 કુંડી શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ સંપન્ન થયો

માણાવદર ના ભૂદેવો દ્વારા સને 2019 થી શરૂ કરેલા શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ ના છ ઠાં વર્ષ ના આરંભે જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન સામે જૂના પાંચ પીપળીયા રોડ પર આવેલી બહેરા મૂંગા શાળા માં શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ નો પ્રારંભ સવારે 8/30 થી બપોર ના 12/30 સુધી ચાલ્યો. શ્રી ગો માતા અને નદી બાબા ના પૂજન અર્ચન થી થયો.અબીલ ગુલાલ કંકુ ને ચોખા અને ફૂલ થી વધાવી ફ્રૂટ અર્પણ કરી થાય હતા. શ્રી અગ્નિ સ્થાપન,શ્રી ગણેશ જી પૂજન, શ્રી ગણેશ મંત્ર માળા હોમ, અમૃત કળશ સ્થાપન , સરસ્વતી પૂજન, નર્મદા પુરાણ પૂજન, ધેનુ માનસ પૂજન,માસ્તર માંથી મહાત્મા થયેલા પૂજ્ય નથુરામ શર્મા જી છબી પૂજન સ્થાપન વંદના કરી હતી. શ્રી ગાયત્રી ચાલીસા પાઠ, શ્રી ગાયત્રી મંત્ર માળા હોમ, શ્રી હનુમાન ચાલીસા દોહા હોમ , કુંજિકા સ્ત્રોત્ર પાઠ, અન્નપૂર્ણા સ્ત્રોત્ર પાઠ,નમો ભગવતે વાસુદેવાય મંત્ર હોમ અને શ્રી સુરભી ગો માતા મંત્ર હોમ , રુદ્ર, માતાજી સહિત શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ માં સોપારી થી બીડું અર્પણ કરવામાં આવ્યું, વિશ્વ કલ્યાણ અર્થે 90 વ્યક્તિ ઓ દ્વારા 45000 આહુતિ ઓ અર્પણ થઈ .યાગ ના આચાર્ય દ્વારકા વેદ પાઠ શાળા ના તેજસ્વી વિદ્યાર્થી શાસ્ત્રી પૂજ્ય અનિલભાઈ જોષી જી એ સ્વર બંધ શુદ્ધ ઉચ્ચારણ સાથે શ્લોકો નું ગાન થયું હતું.ઉપા ચાર્ય પદે કમલેશ ભાઈ મહેતા એ સેવા આપી હતી. સને1997 થી કાર્ય રત સંસ્થા ના મૂળ વિચારક ભાર્ગવી બેન દવે, શ્રી મતી પલ્લવી બેન ( જોષી) દવે, જતીન ભાઈ દવે,માં નર્મદા પ્રેમી ઉમેશ ભાઈ આશર,વિજય ભાઈ પરમાર, દિલીપ ભાઈ અશારા, ગૃ હ માતા ઇલા બેન વાઢેર,ગોરાંગ ભાઈ પટેલ, જેતપુર ના પનોતા પુત્ર અને આ સંસ્થાના ટ્રસ્ટી , વિખ્યાત ચરિત્રકાર લેખક રજની કુમાર પંડ્યા જી ,ગુરુ બંધુ શાસ્ત્રી શ્રી હરેશભાઈ જાની,વિખ્યાત કથાકાર પૂજ્ય ધનસુખ ભાઈ શાસ્ત્રી જી, સ્થાનિક શાસ્ત્રી જી ,માણાવદર ના બાબી પરિવાર ના પુત્રવધૂ અને શિક્ષણ વીદ શેહનાઝ બેન બાબી એ બહેરા મૂંગા બાળકો ના યજમાન પદે શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ થાય તેની શુભેચ્છા પાઠવી હતી. બહેરા મૂંગા શાળા ના વિદ્યાર્થી ભાઈ બહેનો એ સુંદર સજાવટ અને અતિ સુંદર કામગીરી કરી હતી.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ ના સંયોજક ગો ઉપાસક અને માં નર્મદા પ્રેમી બ્રહ્મ પુત્ર મયૂર મો રાવલ કર્યું હતું.