બગસરાના જામકા કરાળની સીમમાં એસઓજીએ એક શખ્સને 22 કિલો ઉપરાંતના ગાંજા સાથે ઝડપી પાડ્યો

અમરેલી એસ.ઓ.જીના પી.એસ.આઈ એન.બી.ભટ્ટએ હાલ જામકા મુળ દાહોદના સાલોર ગામના દિલીપ સામાભાઈ પારગીને જામકા કરાળ તરીકે ઓળખાતી ગામની સીમમાં રસીકભાઈ મધ્ાુભાઈ રામાણીની માલીકીની વાડી ખેતરમાં તથા તેની ઓરડીમાં માદક પદાર્થ લીલાશ પડતા ભુરા રંગના ભેજ યુક્ત તથા સુકો લીલો ભેજ યુક્ત દાળખા સાથેનો વનસ્પતી જન્ય ગાંજાનો જથ્થો 22 કિલો 126 ગ્રામ તેમજ એક મોબાઈલ મળી કુલ રૂ.2,26,260 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.