સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે આજથી બારેક દિવસ પહેલા ત્રણ શખ્સોએ એક વિદ્યાર્થીની ઉપર હુમલો કરી માર મારવાની ઘટના બની

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે આજથી બારેક દિવસ પહેલા ત્રણ શખ્સોએ એક વિદ્યાર્થીની ઉપર હુમલો કરી માર મારવાની ઘટના બની હતી જે આરોપીને સાવરકુંડલા પોલીસે ઝડપી લઈને કારીવાહી હાથ ધરી છે .સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે તારીખ 31 ડિસેમ્બર ના રોજ બસ સ્ટેશન નજીક એક વિદ્યાર્થીની ઉપર નજીવી બાબતે ત્રણ શખ્સો દ્વારા હુમલાની ઘટના બની હતી આ વિદ્યાર્થીની નો નાનો ભાઈ અને હુમલો કરનાર શખ્સોનો એક નાનો બાળક બંને વચ્ચે બોલા ચાલી થઈ હતી આ ઘટનાના અનુસંધાને પીઠવડી માં રહેતી અને સાવરકુંડલા કોલેજ કરતી વિદ્યાર્થીની તાનીયા બહેન ઠપકો આપવા જતા પીઠવડી જ ગામના ભરતભાઈ પટગીર નાનકુભાઈ પટગીર અને મનુભાઈ ખુમાણ નામના ત્રણ શખ્સોએ એક સંપ કરી આ વિદ્યાર્થીનીને માર મારી હુમલો કર્યો હુમલા થતા ઘાયલ થયેલી વિદ્યાર્થીનીને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી ત્યારે સાવરકુંડલા પોલીસે તારીખ 31 ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીની કાનીયા બહેનની ફરિયાદ લઈ અને જુદી જુદી ટીમો બનાવી આ આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ આ ત્રણેય આરોપીઓ નાસ્તા ફરતા હોય જુદી જુદી જગ્યાઓ બદલતા હોય પોલીસ પકડથી બાર દિવસ સુધી દૂર રહ્યા હતા આખરે પોલીસે ગઈકાલે સાંજે ત્રણે આરોપીઓને પકડી પૂછપરછ હાથ ધરી હતી તેમજ સાવરકુંડલા નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે સાવરકુંડલા ડિવાઇસ પી વોરાએ અપીલ પણ કરી છે કે આવી રીતે કોઈપણ વિદ્યાર્થીની ઉપર છેડતી થાય કે હુમલો થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.