સાવરકુંડલામાં મકરસંક્રાંતિ નિમિતે કરુણા અભિયાનનો પ્રારંભ કરાયો

સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટની રજુઆતથી મકરસંક્રાંતિ પર્વ પર ઘાયલ પશુ, પક્ષીઓની સારવાર માટે 1962 એમ્બ્યુલસ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી તેમજ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ દ્વારા લીલી ઠંડી આપીને આપીને શુભારંભ કરાવ્યો

સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 18 વર્ષથી ઘાયલ પશુ, પક્ષીઓ ની સારવાર માટે ની સેવાકીય કાર્ય કરી રહ્યું છે ત્યારે આ વર્ષે વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 1962 એમ્બ્યુલસ માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ને રજૂઆત કરવામાં આવી હતી આ રજુઆત ને ધ્યાને લય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા તાત્કાલિક મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે એમ્બ્યુલન્સ કરુણા અભિયાન અંતર્ગત 10 દિવસ માટે ફાળવવામાં આવી છે. ઘાયલ થયેલ પશુ પક્ષી ઓ માટે આ એમ્બ્યુલન્સ સ્થળ પર જય પશુ પક્ષીનું રેસ્ક્યુ કરશે અને સારવાર આપવામાં આવશે પશુ પક્ષીઓને સ્થળ પરજ તાત્કાલિક સારવાર મળી જવાથી પશુ પક્ષીઓના જીવ બચી શકશે.