અમરેલીમાં મહિલા ઉપર પોલીસ કર્મચારીએ બળાત્કાર ગુજાર્યો

અમરેલી,
અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં રહેતી મહિલાનાં રહેણાંક મકાને ચલાલાના પોલીસ કર્મચારી મહેશ રાઠોડે મહિલા સાથે લગ્ન કરવાનું કહી તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધી મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી મહિલા સાથે તા.10-1 બુધવારના દિવસે અને રાત્રી દરમિયાન તેમજ તા.11-1ના સવારના મહિલા મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી મહિલાને છેલ્લા નવ મહિનાથી મારકુટ કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ પીએસઆઇ કે.એસ.ડાંગર ચલાવી રહ્યા છે.