અમરેલીના જુના ગીરિયામાં જાગૃત હનુમાનજીના મંદિરે આગ ભભૂકી

અમરેલી,
અમરેલીના જુના ગીરિયા પાસે આવેલ જાગૃત હનુમાનજી મંદિરે ગઇકાલે 11:45 કલાકે અચાનક આગ લાગતા આખુ મંદિર બળી ગયું હતું. આ અંગે અમરેલીે ફાયર એન્ડ ઇમરજન્સીની ટીમને જાણ કરાતા તુરંત ઘટના સ્થળે પહોંચી આગનો કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની કે ઇજા થયેલ નથી. ફાયર બ્રિગેડની ટીમમાં તવિકભાઇ ભીમાણી, સાગરભાઇ પુરોહિત, જયદિપભાઇ ઇસોટીયાએ ફરજ બજાવી હતી.