રાજુલામાં 25 લાખની છેતરપીંડી કરનાર ઠગ પાસેથી 17 લાખનો મુદામાલ કબ્જે

અમરેલી,
રાજુલા પો.સ્ટે.નાં ગુનામાં તપાસ રાજુલા પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર આઇ.જે.ગીડા દ્વારા શરૂ કરવામા આવેલ અને આ કામનો આરોપી ઘનશ્યામભાઇ લક્ષ્મણભાઇ પટેલ રહે.સુરત, આદર્શ ટાઉનશીપ મયુર કોમ્પલેક્ષ, સલથાણા સુરત શહેર નાઓના નામથી ઇ-ગુજકોપમા સર્ચ કરતા આરોપી વિરૂઘ્ઘ સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમા આવા જ પ્રકારના કુલ – 03 ગુન્હાઓ દાખલ થયેલ હોય જેથી આ કામના આરોપી લાજપોર મઘ્યસ્થ જીલ્લા જેલ સુરત ખાતે કસ્ટડીમા હોય જે આરોપીનો ટ્રાન્ફર વોરંટથી કબ્જો મેળવી રાજુલા પોલીસ સ્ટેશન લાવી આરોપી વિરૂઘ્ઘ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અટક કરી નામદાર રાજુલા કોર્ટમા રિમાન્ડ માટે રજુ કરતા નામદાર કોર્ટમાંથી આરોપીના દિન -07 ના રિમાન્ડ મેળવી રિમાન્ડ મેળવી રૂા.17 લાખ રીકવર કર્યા