તળાવ ઉંડા ઉતારવાની કામગીરીને વહેલી મંજૂરી આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા કૌશિક વેકરિયા

અમરેલી,
સરકાર દ્વારા દર વર્ષે સુજલામ સુફલામ યોજના અન્વયે રાજ્યભરના તળાવ ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં આવે છે. જેક ામગીરી ખેડૂતો માટે ખૂબજ ઉપયોગી કામગીરી છે. જેનાથી તળાવ ઉંડા થતા જ જળ સંચય થાય છે અને આવાત ફ્રાવોની માટી ખેડૂતોના ખેતરોને નવ સાધ્ય કરવામાં ઉપયોગી બને છે. આમ આ કામગીરીથી બેવડો ફાયદો થાય છે.પ્રતિ વર્ષે થતી આ કામગીરીમાં મંજૂરી જાન્યુઆરી મહિનામાં જ મફ્રી જાય તો આ કામગીરી વધ્ાુ પ્રમાણમાં થઇ શકે અને સમય સર સંપન્ન થઇ શકે. જેથી આ વર્ષે તળાવ ઉંડા ઉતારવાની રાજ્યવ્યાપી કામગીરી પ્રજાના હિતમાં વહેલી શરૂ કરવા અમરેલી ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને રજૂઆત