ડીજીપી દ્વારા અમરેલીનાં પોલીસ અધિકારીઓનું સન્માન

અમરેલી,
ભાવનગર ખાતે રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર દ્વારા રાજ્યના પોલીસવડા શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતીમાં અને તેમના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર અમરેલી જિલ્લાનાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
ભાવનગર ખાતે રેન્જ મીટીંગ અને એથ્લેટીક મીટ રાજ્યનાં પોલીસવડા શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતીમાં યોજાયેલ જેમાં સાવરકુંડલા વિભાગનાં ડીવાયએસપી શ્રી હરેશ વોરા તથા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ શ્રી પ્રશાંત લક્કડનું સીસીટીવી કેમેરા લગાડવાની સુંદર કામગરી અને તેમના થકી થયેલા ડિટેક્શન બદલ બંનેનું સન્માન કરાયુ હતુ એ ઉપરાંત માછીમારોમાં જાગૃતી આવે તે માટે પીએસઆઇ શ્રી છોવાળાનું તથા ઇ-ગુજકોપની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પીએસઆઇ શ્રી જયેશ કડછાનું સન્માન કરાયુ હતુ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં કર્મચારી શ્રી રાહુલ ઢાપાનું ડિટેક્શન તથા મહિલા પોલીસ સ્ટેશનનાં શ્રી ગૌરીબેન પટોળીયાને સન્માન પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર તથા અમરેલીથી એસપીશ્રી હિમકરસિંહ તથા ભાવનગર અને બોટાદનાં પોલીસ અધિક્ષકશ્રીઓ અને અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહયા