ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોને ગુલાબ આપી જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રોત્સાહિત કર્યા

અમરેલી,
અમરેલીમાર્ગ સલામતી માસ-2024ની ઉજવણીના પ્રસંગે શુક્રવારે અમરેલી શહેરના સેન્ટર પોઈન્ટ ખાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે હેલમેટ પહેરનારા અને સીટબેલ્ટ બાંધનારા વાહન ચાલકોને ગુલાબ આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે હેલમેટ અને સીટબેલ્ટ ન બાંધનારા વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. સલામતી માટે નિયમોના ચુસ્ત પાલનની અમલવારી અને સમજૂતી સાથે જિલ્લામાં માર્ગ સુરક્ષા અંગેની જાગૃતિ પ્રસરાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ વિશેષ સૂચન કર્યુ હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ, આર.ટી.ઓ. અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા