લીલીયામાં સરકારી જમીનમાં દબાણ : લેન્ડગ્રેબીંગ થશે ?

અમરેલી,
પિપાવાવ લિપ એગ્રી લોજીસ્ટીક પ્રા.લિ દ્વારા મોટા લીલીયામાં સરકારી પડતર પશુધન ચરીયાણની જમીનમાં ગેરરિતી આચરવામાં આવતા ગૌ પાલક પર્યાવરણ વન્ય અને દરિયાઇ જીવ રક્ષક ટ્રસ્ટ દ્વારા કલેકટરને રજુઆત કરી છે અને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે લીલીયામાં સર્વેનં. 209, 208, 206 ,200 અને 212 સહિતના સર્વે નંબરોમાં જમીનનું કુલ 11.52 ક્ષેત્રફળ છે. જેમાં જમીનો ખરીદીને બિનખેતી વાણિજયક ઉપયોગ કરવામાં આવેલ છે. આ જમીન તથા રેલ્વે ટ્રેક વચ્ચે ગાડા માર્ગ પસાર થતો હતો અને તે સરકારી પડતર પશુધન ચરીયાણ માટે ઉપયોગમાં લેવાતી જમીન હતી. આ જમીન કંપની દ્વારા કોઇપણ મંજુરી વગર દબાણ કરાયેલ છે. તથા આસપાસના ખેડૂતોને ગૌ પાલકો દ્વારા વર્ષોથી વાપરવામાં આવતો રસ્તો કંપની દ્વારા અચાનક પચાવી પાડવામાં આવેલ છે. આ જમીનમાં સરકારની કોઇ મંજુરી વગર કાયમી બાંધકામ કરવામાં આવેલ છે. તથા રેલ્વે ટ્રેક બનાવી સરકારી જમીનનો અનઅધિકૃત રીતે વાણિજયક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગાડા માર્ગમાં સરકારી પડતર ચરીયાણ જમીનમાં પોતાના ઉપયોગ માટે બ્રોડગેજ લાઇન નાખવામાં આવેલ છે. આ જગ્યાનો ગ્રામજનો અને ગૌ પાલકો દ્વારા જાહેર માર્ગ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હોય. લોકોની સુરક્ષા માટે કોઇ ફાટક ક્રોસિંગ પણ લગાવામાં આવેલ નથી. તેથી મોટી દુર્ધટનાની શકયતાને નકારી ન શકાય. ઉપરોકત રેવન્યું સર્વે નંબરની ઉત્ તોર નોંધ ચકાસતા લીલીયા ગામના નમુના નં.6ની નોંધ નં340 મુજબ આ જમીનો તત્કાલીન સૌરાષ્ટ્ર ટુકડા ધારા હેઠળ સમાવેશ થયેલ હતો જેમાંથી અમુક સર્વે નંબરમાં ટુકડાધારાનો કેસ પણ આવેલ છે. સરકાર દ્વારા સુક્ષમ ખેડૂતોની જમીનોમાં ટુકડા પાડવા આટકાવા તથા તેની બાગાયતી હેતુ ઉપયોગ માટે કાયદાની જોગવાઇ કરવામાં આવેલ છે. આ કેસમાં સક્ષમ અધિકારીઓની કોઇપણ પ્રકારની મંજુરી વગર જમીનનું વહેંચાણ અને બિનખેતી થયેલ છે. આમ કંપની દ્વારા ગેરરિતી બાબતે પગલા લઇ સરકારી પડતર પશુધન ચરીયાણની જમીન ખુલ્લી કરવા માંગણી કરી છે. ગ્રામપંચાયત દ્વારા અનઅધિકૃત સરકારી સીમતળ જમીનમાં વાણિજયક હેતુમાં ઉપયોગ કરવા એનોસી પણ આપેલ છે. અન્ય ઠરાવો પણ કરવામાં આવ્યા છે. જે બાબતે પગલા લેવા ગૌ પાલક પર્યાવરણ વન્ય અને દરિયાઇ જીવ રક્ષક ટ્રસ્ટ દ્વારા રજુઆતમાં જણાવાયું