પહેલો ઘા રાણાનો : ભાજપનું ચૂંટણી કાર્યાલય શરૂ

અમરેલી,
હરિફો દ્વારા હજુ કોઇ રણનીતી કે ચુંટણીનો મુદ્દો તૈયાર થાય તે પહેલા પહેલો ઘા રાણાનો કરી ગુજરાતમાં એક સાથે 26 ચુંટણીનાં મધ્યસ્થ કાર્યાલયનો ભાજપે આજથી શુભારંભ કર્યો છે. ત્યારે અમરેલીમાં ભાજપનાં પાયાના દિગ્ગજ આગેવાનશ્રી દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં ભાજપનાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનો દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સૌએ કમળને જીતાડવા વિજય ટંકાર કર્યો હતો. 14 અમરેલી લોકસભા કાર્યાલયનું આજે લીલીયારોડ ઉપર ડો. સાવલીયાની હોસ્પિટલ સામે લોકસભાના સંયોજક શ્રીપુનાભાઈ ગજેરા, પ્રભારીશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા,શ્રીદિલિપભાઈ સંઘાણી, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, નાયબ ઉપદંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યો શ્રી હીરાભાઈ સોલંકી,શ્રીમહેશભાઈ કસવાલા, શ્રીજનકભાઈ તળાવીયા, શ્રીજે.વી.કાકડીયા, પુર્વ ધારાસભ્યશ્રી બાવકુભાઈ ઉંધાડ, શ્રી નલીનભાઈ કોટડીયા,શ્રીમનસુખભાઈ ભુવા તેમજ મહુવાના ધારાસભ્ય શીવાભાઈ ગોહિલ, પ્રદેશ મહિલા મોરચાના ભાવનાબેન ગોંડલીયા, દિનેશભાઈ પોપટ, શ્રીઅશ્ર્વિનભાઈ સાવલીયા, શ્રીમુકેશભાઈ સંઘાણી, શ્રીજયંતિભાઈ પાનસુરીયા, મનિષભાઈ સંઘાણી, પ્રાગજીભાઈ હીરપરા, શરદભાઈ લાખાણી, મયુરભાઈ માંઝરીયા, શૈલેષભાઈ પરમાર, જીલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયા, પાલિકાના પ્રમુખ બીપીનભાઈ લીંબાણી, જીતુભાઈ ડેર,અતુલભાઈ કાનાણી, મેહુલભાઈ ધોરાજીયા, રાજેશભાઈ કાબરીયા, ભાવેશભાઈ સોઢા,ભરતભાઈ મકવાણા, મયુરભાઇ માંજરીયા તેમજ જીલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો,તથા હોદેદારો અને કાર્યકર્તાઓ તેમજ જીલ્લા ભાજપ મહિલા મોરચો , જુદા જુદા મંડલના હોદેદારોની ઉપસ્થિતિમાં અમરેલી લોકસભા કાર્યાલયનું મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રથમ દેશના ઈતિહાસમાં ગુજરાત એક એવું રાજય છે જયાં એકીસાથે 26 બેઠકોના કાર્યાલયનો પ્રારંભ થઈ રહયો છે. દેશ અને દુનિયામાં ગઈકાલે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા છે. તે એક ઈતિહાસ નરેન્દ્રભાઈ મોદીએ સજર્યો છે. ભારતીય જનતા પાર્ટી લોકોના સ્વપ્ન સાકાર કરનાર પાર્ટી છે.આઝાદીના 100 વર્ષે આપણે આપણી કામગીરી શરૂ રાખીએ. કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ ગરીબ લોકોને ધ્યાને રાખી બનાવવામાં આવી છે.રોજગારીનું માધ્યમ ઉધોગો છે.તે જ રીતે અન્ન પુરૂ પાડવા માટે ખેતી પણ જરૂરી છે. નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ જણાવેલ કે સમગ્ર રાજયમાં આજે લોકસભા કાર્યાલયોનો પ્રારંભ થયો છે. ત્યારે ભાજપનો કાર્યકર્તા હંમેશા ચુંટણી હોયકે ન હોય તો પણ કામ કરતો આવેલ છે. આ લોકસભા ચુંટણી ગત ચુંટણી કરતા પણ વધારે મતોના માર્જીનથી જીતવાની છે. અને જેના માટે જીલ્લાભરમાં કાર્યકર્તાઓ માઈક્રો પ્લાનીંગથી કામ શરૂ કરવાનું છે. સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવેલ ગઈકાલે દેશ અને દુનિયામાં રામલલ્લાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો છે.ગુજરાતની 26 લોકસભા બેઠકો આપણે 5 લાખના માર્જીનથી જીતવાની છે.ઈફકોના ચેરમેનશ્રી દિલિપભાઈ સંઘાણીએ જણાવેલ કે આજે આપણે ગુજરાત લોકસભાની 26 બેઠકોના કાર્યાલયોના પ્રારંભના સાક્ષી બન્યા છીએ.અગાઉ ભાજપના કાર્યકર્તાઓએ અમરેલી જીલ્લામા ંજે રીતે કામ કર્યુ છે તેના કરતા પણ વધારે જુસ્સા સાથે કાર્યકર્તાઓને મેદાનમાં આવવું પડશે.અને આપણે વાવ્યું છે તે લણવાનું છે. અને આપણો ઉમેદવાર કમળ છે. તે મુજબ આપણે કામ શરૂ કરવાનું છે.અમરેલી લોકસભા સીટ 5(પાંચ) લાખ કરતા વધારે મત ની લીડથી જીતવા ભાજપનાં કાર્યકર્તાઓ માં જબરદસ્ત થનગનાટ અને ઉસ્તાહ નું વાતાવરણ જોવા મળેલ.આમ પહેલો ધા રાણાનો કરીને અમરેલી જીલ્લા ભાજપ દ્વ્રારા મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનો પ્રારંભ કરી ચુંટણી ની જબરદસ્ત તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમ જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસીયા અને જીલ્લા મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા ની અખબાર યાદી માં જણાવેલ છે.