સાવરકુંડલામાં ગૌચર જમીનનું દબાણ ખુલ્લુ કરાવવા માટે શ્રી મહેશ કસવાળા મેદાનમાં

સાવરકુંડલા,
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં જે ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરો ઉપર દબાણ છે અને જે સરપંચોની તેમની પાસે ફરિયાદ કે રજૂઆત આવશે તો તે ગૌચર ખુલ્લું કરાવવા માટે એક્શન મોડમાં છે ત્યારે તાલુકાના જીરા ગામે આવેલી રજૂઆતના આધારે ગ્રામ પંચાયત દ્વારા 57,000 ભરીને ડી એલ આર દ્વારા માપણી કરાવવામાં આવી અને માપણી ને આધારે હવે ગૌચર ખુલ્લું થશે ત્યારે કાયદાકીય પ્રક્રિયામાં કઈ રીતે કામ લઈ શકાય તે બાબતે ધારાસભ્ય મહેશભાઈ આજે તાલુકા પંચાયત કચેરી ખાતે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જીરા ગામના સરપંચ તેમજ તાલુકા પોલીસ અધિકારી અને સર્કલ ઓફિસર સાથે એક મીટીંગ યોજી જે લોકોનું ગૌચર ઉપર દબાણ સાબિત થયું છે તેમને સમજાવીને ખુલ્લું કરાવવાનો પ્રયાસ કરવો જો એ ન થાય તો કાયદાકી પ્રક્રિયાથી કામ હાથ ધરવાની ચર્ચાઓ કરવામાં આવી છે ત્યારે કસવાળાએ જણાવ્યું હતું કે સમગ્ર સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં જ્યાં જ્યાં ગૌચરોના દબાણ છે તે દબાણને દૂર કરવા માટે તે ગામના સરપંચની રજૂઆતો આવશે તો તેમાં પ્રયાસો હાથ ધરવામાં આવશે અને માલધારીઓ અને ગાયોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે.