રાજુલાના ડોળીયા નજીક મહુવા – સુરત એક્સપ્રેસ ટ્રેન હડફેટે સિંહણને ઇજા

અમરેલી,
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌવથી વધુ જોવા મળી રહી છે પરંતુ હવે તેમની સુરક્ષા વધારવા જરૂરિયાત ઉભી થઇ છે વાંરવાર સિંહોના ટ્રેક ઉપર અકસ્માતો થવાની ઘટનાઓ વધી રહી છે આજે વધુ એક મોડી રાતે ઘટના બની હતી જેના કારણે વનવિભાગમાં દોડધામ મચી ગઇ હતી રાજુલા તાલુકાના ડોળીયા અને રિંગણીયાળા વચ્ચે રેલવે ટ્રેક ઉપર મહુવાથી સુરત પેસેન્જર એક્સપ્રેસ ટ્રેન પસાર થતી હતી તેવા સમયે આ ઘટના સામે આવી છે અહીં ફેંસિંગ હોવા છતાં સિંહણ ટ્રેક ઉપર આવી જતા હડફેટે આવતા ઇજાગ્રસ્ત થતા વનવિભાગને જાણ થતાં ઇન્ચાર્જ એસીએફ જી.એલ. વાઘેલા,રાજુલા આર.એફ. ઓ. યોગરાજ સીહ રાઠોડ,ડોકટર રેસ્ક્યુ ટીમ સહિત વનવિભાગનો મોટો કાફલો ઘટના ઘટના સ્થળે પોહચી સિંહણનું પ્રથમ રેસ્ક્યુ ઓપરેશન કરી તાત્કાલિક સિંહણને સારવાર મળે તે માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી