વડીયાના હનુમાન ખીજડીયામાં દારૂ સાથે ઝડપાયેલા શખ્સે જામીન ઉપર છુટી ફરી દારૂનો ધંધો ચાલુ કર્યો

વડિયા,
વડીયાના હનુમાન ખીજડીયામાં દારૂ સાથે ઝડપાયેલા શખ્સે જામીન ઉપર છુટી ફરી દારૂનો ધંધો ચાલુ કર્યો હોય પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી થાય તેવી ગ્રામજનો દ્વારા આવેદન થકી રજુઆત કરવામાં આવી છે અહીં દારૂનો કેસ થયા પછી પણ જામીન ઉપર છુટી ફરી દારૂ વેંચાતો હોવાનો ગ્રામજનો દ્વારા વિડીયો વાઇરલ કરાયો હતો અને દારૂ ઉપરાંત હનુમાન ખીજડીયામાં ગેરકાયદેસર દારૂ મુર્ઘા અને ઇંડાનું પણ વેચાણ થતુ હોવાથી જિલ્લા કોંગ્રેસનાં કિસાન સેલના પ્રમુખ શ્રી સત્યમ મકાણીએ રોષ વ્યક્ત કરી આંદોલનની ચિમકી આપી