ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળનાં મળનારા મહાઅધિવેશનની પુર્વે કોર કમિટીની બેઠક યોજાઇ

અમરેલી,\
અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહા મંડળ અમદાવાદનું રાજ્યનું મહાઅધિવેશન આગામી મહિનામાં મળનાર હોય તેની પુર્વ તૈયારીનાં ભાગરૂપે મહામંડળની કોર કમિટીની બેઠક ગાંધીનગર મધ્ાુર ડેરીમાં મળી હતી. મહામંડળનાં અધ્યક્ષ અમદાવાદનાં મનુભાઇ રાવલ, મહામંત્રી અમદાવાદનાં જેવી પટેલ, કોર કમિટીની બેઠકમાં રાજ્યની શાળાઓનાં શિક્ષણનાં હિતમાં અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહા મંડળમાં જોડાયાં હતાં. આમ રાજ્યમાં સૌથી મોટુ સંચાલકોનું મહામંડળ હવે વધ્ાુ મજબુત બનેલ છે. કોર કમિટીની આજની બેઠકમાં રાજ્ય શાળા સંચાલક મહામંડળનાં પ્રમુખ ડો.શંકરસિંહ રાણા, અધ્યક્ષ દિલીપભાઇ ચૌધરી, મહામંત્રી ડો.પ્રિયવદન કોરાટ, પુર્વ મહામંત્રી કનુભાઇ સોરઠીયા, મંત્રી સંજય રાવલ, સંયુક્ત મહામંત્રી આર.સી.પટેલ, વગેરેએ મનુભાઇ રાવલ અને જે.વી.પટેલને મહામંડળમાં પ્રવેશ આપી આવકાર્યા હતાં. ઉલ્લેખનીય છે કે આવતા મહીને રાજ્યનાં 18 હજાર શાળાઓનાં શાળા સંચાલકોનું મહાઅધિવેશન ગાંધીનગર ખાતે મળનાર છે.