લોઠપુર નજીક ઇકો કાર સળગી ઉઠી

રાજુલા,
સાવરકુંડલા ના રહેવાસી નયનભાઈ મૂળજી ભાઈ વેગડ મોડી રાત્રી ના જાફરાબાદ રોડ પર થી પોતાની ઇકો ગાડી લઈ ને આવી રહેલ હતા અને જે સાવરકુંડલા જવાના હતા ત્યારે આ ગાડી અચાનક જાડ સાથે અથડાય અને બાજુના ખાડામાં પલટી મારતા અચાનક આગ લાગવા પામેલી ત્યારે આ આગમાં નયનભાઈ વેગડ ને ઇજા થવા પામેલ અને ત્યારબાદ 108 મારફત રાજુલા સારવાર અર્થે આવેલા જોકે આગમાં ઇકો મારુતિ ગાડી સાવ ભસ્મભુત થઈ જવા પામેલ જોકે આ આગ કેવી રીતે લાગી તેની જાણકારી મળેલ નથી આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.