જસવંતગઢના સરપંચની પુત્રીએ ભારતમાતાનું પુજન કરી લગ્નોત્સવનો આરંભ કરાવી સમાજને નવો રાહ ચિંધ્યો

ચિતલ,
ચિતલના જસવંતગઢમાં સરપંચ અશોકભાઈ માંગરોળીયા દ્વારા તા.26-1 ના રાષ્ટ્રીય તહેવારને સંપુર્ણ પ્રાધાન્ય આપી પોતાની લાડકી સુપુત્રી મોૈનાલીના લગ્નોત્સવ નિમિતે યોજેલ ભોજન સમારંભમાં 26 જાન્યુુઆરીના 75 મા ગણતંત્ર દિવસે ભારતમાતાનું પરીવારે પુજન કર્યુ હતું. તેમજ આવનાર દરેક મહેમાનો તેમજ આમંત્રિતો આશરે 1500 જેટલા ગ્રામજનો સહિત તમામે ભારતમાતાનું પુજન કરી લગ્નસમારોહને ખુલ્લો મુકયો હતો.જે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ (આર.એસ.એસ.)દ્વારા અપાતું રાષ્ટ્રીય સર્વોપરીતાના સંસ્કારો પરીવારની દિકરી દ્વારા પોતાના જીવનના અમુલ્ય દિવસમાં પણ ભારતમાતાને યાદ કરી તેનું પુજન કર્યુ અને કરાવેલ. આજના સાંપ્રત સમયમાં પણ રાષ્ટ્ર પ્રથમના સંસ્કાર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના ઘરોમા પણ આવા પ્રસંગોમાં ભારતમાતાને યાદ કરી અમુલ્ય સંસ્કાર આવનારી પેઢીમાં પણ જળવાય, અત્યારના પ્રિ-વેડીંગ દુષણો સામે ભારતીય સંસ્કૃૃતિનો વારસો જળવાય તે માટે સમગ્ર હિન્દુ સમાજ અને આવનારી યુવા પેઢીને એક અનોખું ઉદાહરણ પુરૂ પાડેલ