બાબરા નજીક કીડી ગામની સીમમાં પરિણીતાનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી,
બાબરા તાલુકાના કીડી ગામની સીમમાં મંજુબેન રણજીતભાઇ ઝાપડીયા ઉ.વ.25 તેમના પતિ સાથે વાડીએ જીરાના વાવેતરમાં ઝેરી દવાના છંટકાવ કરતા હોય ત્યારે મંજુબેન તેના પતિને ઢોરને પાણી પાવાનું જણાવતા તેમણે કહેલ કે ઢોરને પાણી બપોરે જમવા જઇએ ત્યારે પીવડાવી દઇશું. તેમ કહેતા તેમના પત્ની ઝીદી સ્વાભની હોય અને તેન દવા છાંટવા અંગે ઠપકો આપતા પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા મોત નિપજયાનું રણજીતભાઇ મથુરભાઇ ઝાપડીયાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ