ચલાલામાં યુવાન ઉપર છરી વડે હુમલો

અમરેલી,
ચલાલા બસ સ્ટેન્ડ પાસે ગિરનારી પાનના ગલ્લા પાસે દાનેવ સોસાયટીમાં રહેતા રઘુવીરભાઇ ઉર્ફે રઘુભાઇ રામકુભાઇ માંજરીયા ઉ.વ.34 તા.17-1ના રાત્રીના 10 વાગ્યે ચલાલા અમરેલી રોડ ઉપર બાઇક લઇને જતા હતાં. તે સમયે ભીમનાથ ગલ્લા પાસે પહોંચતા પહુભગતે પોતાની ફોરવ્હીલ રોડ ઉપર વાળતા રઘુભાઇના બાઇક સાથે અથડાતા રહી ગયેલ હોય. જે અંગે ઠપકો આપતા મનદુ:ખ રાખી તા.18-1ના સવારના 11 વાગ્યે ચલાલા બસસ્ટેન્ડ પાસે ગિરનારી પાનના ગલ્લા પાસે બેઠેલ હોય ત્યારે પહુભગત તથા પતુ જેબલીયા પોતાની સ્વીફટ કાર લઇ આવી પહુએ લોખંડના પાઇપ વડે ડાબા પગમાં મારમારી પતુએ કાંઠલો પકડી ગાલ પર ચાર પાંચ લાફા મારી ગાળો બોલી હર્ષદ ભગતે છરી વડે જમણા હાથે આંગળીમાં ચરકા કરી જયદિપ વાળાએ આડેધડ ઢીકાપાટનું મુંઢમાર મારી ધમકી આપ્યાની ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ