જુનાગઢ, રાજકોટ, મોરબી અને પોરબંદર સહિતના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો

જુનાગઢ,
જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલ, પીએસઆઇ જે.જે.ગઢવી, ડી. કે. ઝાલા તથા પોલીસ સ્ટાફે છેલ્લા બે વર્ષથી જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હથિયારના ગુનામાં તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લા, મોરબી તથા પોરબંદરના પ્રોહિબીસનના કુલ – 4 ગુનામાં નાસતા ફરતા આરોપી શ્યામ ઉર્ફે ભાણો ઘુસાભાઇ ઉર્ફેે ઘનશ્યામ મેતા આહિર રહે. ગોંડલના હાલ જુનાગઢ વંથલી વિસ્તારમાં વંથલી રોડ પર આવેલ અક્ષર મંદિર પાસે હોવાની હકિકત મળતા તેમની ઝડપી લઇ ઉપરોકત ગુનાના કામે અટક કરવા જાણ કરવા તજવીજ હાથ ધરેલ