સાવરકુંડલામાં નાવલી નદી પર બ્રિજ બનવાનું સ્વપ્નુ સાકાર થશે : શ્રી કસવાલા

સાવરકુંડલા,
સાવરકુંડલા વિસ્તારના છેવાડાના વિસ્તારના લોકો નદીને એક કાંઠેથી બીજા કાંઠે બારેમાસ આવજન જાવન કરી શકે તે માટે નદી પર બ્રીજનું સપનું સાકાર થશે આ સંદર્ભે વોર્ડ નંબર 7 ના પ્રતિનિધી અને યુવા પત્રકાર સોહીલ શેખ દ્વારા આ વિસ્તારમાં પડતી હાલાકી ને પત્ર દ્વારા ધારાસભ્ય શ્રી ને રજુઆત કરવામાં આવી હતી આ રજુઆત ને ધ્યાને લઇ આ છેવાડાના વિસ્તારની ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ માત્ર કાગળ પર નહી પરંતુ ખુદ સ્થળ પર હીમાંશુભાઈ ધાનાણી, નૈમીશભાઈ રાઠોડ, અજયભાઈ ધાખડા સાથે અધિકારીઓની ટિમ સાથે જઈને લોકોની હાલાકીનો વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવી તલસ્પર્શી અભ્યાસ કરીને બ્રિજ બનાવવા માટે પ્લાનિંગ કર્યું. આમ ગણીએ તો આ વિસ્તાર મહુવા રોડ થી કે.કે હાઈસ્કૂલ રોડની વચ્ચે આવેલ નાવલી નદી પાર કરવી એટલે લોકોને માપે ભારે મુશ્કેલીવાળો હતો. જો કે એક ખરાં અર્થમાં જનપ્રતિનિધિ તરીકે આ બાબતની ધારાસભ્યશ્રી એ ગંભીર નોંધ લઈને જે વર્ષોની રસ્તો ઓળંખવા માટેની મુશ્કલીનો અંત લાવવા માટે આ રસ્તા પર બ્રિજ બનાવવામાં આવશે.જે છેવાડાના વિસ્તારો મણિનગર, નેરાવિસ્તાર, બીડીકામદાર, કેવડાપરા, હાથસણી રોડ, ભાવના સોસાયટી તેમજ સ્કૂલ કોલેજો અને હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ તેમજ લોકો માટે અત્યંત જરૂરી બની ચૂકેલા બ્રિજ બનાવવા માટેની તૈયારીઓ પુર જોશમાં થઈ રહી