લાઠીના વિરપુરમાં વૃધ્ધા સાથે દોઢ લાખ ઉપરાંતની છેતરપિંડી

અમરેલી,
લાઠી તાલુકા વિરપુર ગામે સવિતાબેન મગનભાઇ જોગાણી ઉ.વ.70ના ઘરે તા.31-1-24ના આશરે 20 થી 25 વર્ષના બે અજાણ્યા છોકરાઓએ આવીને સેમ્પુ વહેંચવાના બહાને સોના ચાંદીના વાસણો ધોય આપવાનું કહીં પ્રથમ એક ત્રાંબાની લોટી, એક ચાંદીના ગાય તથા ગણપતિ ધોય આપી બાદમાં સવિતાબેનનો સોનાનો ચેઇન આશરે ત્રણ તોલાનો તથા હાથમાં પહેરવાની સોનાની બંગડીઓ આશરે અઢી તોલાની ધોય આપવાનું જણાવી તેના વાસણામાં ચેઇન તથા બંગડી નાખી તેમાં કોઇ પ્રવાહી નાખી ધોય આપી સોનાના ત્રણ તોલાના ચેઇનમાંથી આશરે 20.100 ગ્રામ સોનુ તેમજ અઢી તોલાના બંગડીઓમાંથી આશરે 12.300 ગ્રામ સોનનું મળી આશરે કુલ 32.400 ગ્રામ સોનુ જેની હાલની અંદાજીત કિંમત રૂા.1,60,000નું એકબીજાએ સાથે મળી મદદગારી કરી સોનું લઇ જઇ છેતરપિંડી કર્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ