ધારીના એટ્રોસીટીના ગુનામાં આરોપીઓ નિર્દોષ

ધારી,
ધારીના એટ્રોસીટીના ગુનામાં ધારીની એડિશન્લ સેશન્શ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા છે. તા. 18/2/ર0ર3 ના રોજ આ કામના આરોપી નં.1.જનકભાઈ જીલુભાઈ વાળા મો.સા લઈ ફરીયાદી ભરતભાઈ મધુભાઈ મયાત્રાના ઘર સામે જોતા જોતા નિકળતા, ફરીયાદીએ, મારા ઘર સામે શા માટે જોયા કરો છો તેમ કહેતા બોલાચાલી કરી જતા રહેલ બાદ રાત્રીના ક્લાક રર/00 વાગ્યાના સુમારે ફરીયાદી વાડીએથી ઘરે પહોંચતા ફરીયાદીના ઘર સામે હામાપુર ગામના બસ સ્ટૈન્ડ પાસે એક ફોરવ્ડિલ ગાડી ઉભેલ જેમાંથી આરોપી નં.1 લોખંડનો પાઈપ લઈ તથા આરોપી નં.ર. લખધીરભાઈ જોરૂભાઈ વાળાઓ છરી તથા લાકડી લઈ ઉતરી ફરીયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે આરોપી નં.ર નાએ છરીના ઘા ફરીયાદીના પેટમા મારવા જતા ફરીયાદીએ જમણો હાથ આડો કરતા ઈજા થયેલ અને આરોપી નં.1 નાએ લોખંડનો પાઈપ મારવા જતા ફરીયાદી બચવા જતા ડાબા હાથના ખભાના ભાગે વાગી જતા ફરીયાદી પડી જતા આરોપી નં.ર નાએ લાકડીના ઘા પડખામાં તથા વાંસાના ભાગે મારી આરોપીઓએ ગાળો આપી આરોપી નં.1 નાએ ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી અત્યારે તો તને ઠોકી જ નાખવો છે.તેમ કહી ખુન કરવાની કોશીશ કર્યા અંગેનો કેસ ધારી સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ગુન્હાના કામે કેસ ની ટ્રાઈલ અને કાર્યવાહી દરમ્યાન પુરાવા રજુ થયેલ અને પુરાવાના અંતે આરોપીઓ તર્ફે વકીલશ્રી મહેશભાઈ જી.વાઘમશી રહે.ચલાલા (મીઠાપર ડંગરી ) ની દલીલો ને નામ.ધારીના સેકન્ડ એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ ધ્વારા ગ્રાહય રાખવામા આવેલ અને તમામ આરોપીઓ તા.1 6/01/20ર4 ના રોજ નિર્દોષ જાહેર કર્યા .