રાજુલા શહેરમાં અતિ આધુનિક બગીચો બનાવવાની વાત તો હવામાં ઓગળી ગઈ

રાજુલા,
રાજુલા શહેરમાં એક સુંદર બગીચો આવેલો જે બગીચામાં ગ્રામ્ય વિસ્તારના લોકો બપોરના આરામ પણ કરતા હતા આ બગીચામાં વર્ષોથી પાલિકા દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને વૃક્ષો પણ સુંદર હતા બગીચામાં બેસવા માટે લોકો આરામ કરવા છોકરાઓને બેસાડવા રમાડવા જતા હતા હાલ બગીચામાં રાજુલા શહેરમાં નડતર લારીઓ ગલ્લાઓ હતા તે તમામ બગીચામાં મૂકી દેવામાં આવ્યા જેથી રાજુલા શહેરના લોકોને બગીચામાં બેસીને ખાણીપીણી ની મોજ કરે છે પરંતુ નવાઈની વાત એ હતી કે છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા આધુનિક બગીચો બનાવવાની વાતો ચાલે છે પરંતુ હાલ વહીવટદાર હોવાથી એ ફાઈલો મૂકી દેવામાં આવે અને વાત હવામાં ઓગળી ગઈ પરંતુ હાલ આ બગીચામાં વિશાળ વૃક્ષો હોવા છતાં ત્રણેક માસથી બગીચા બાજુમાં થી પાઇપલાઇન મારફત બગીચામાં વૃક્ષોને પાણી પાવામાં આવતું હતું તે પાઇપલાઇન જ કોઈકે કાપીને બંધ કરી દીધી જેથી બગીચામાં હવે ત્રણ મહિનાથી વૃક્ષોને પાણી મળતું નથી અને વૃક્ષો પણ સુકાવવા માંડ્યા આ અંગે બગીચાના ચોકીદાર બગીચા ને આજુબાજુ રહેતા ને પૂછતા કીધું કોણ કાપી ગયું ખબર નથી પણ ત્રણ મહિનાથી બંધ થઈ ગયું છે બગીચા ની બાજુમાં એક જાફરાવાદ ની પાઇપ નીકળે છે અને એક રાજુલાની આમ બંને પાઇપો હોવા છતાં પાણી એક પણ પાઇપ માંથી મળતું નથી કાપેલી પાઇપ દેખાય છે જેથી વૃક્ષો હવે સુકાવવા માંડ્યા છે બીજીદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર અને વન ખાતુ વૃક્ષોને ઉછેરવા માટે ખૂબ જ મહેનત કરે છે વૃક્ષો વાવી શહેરને હરિયાણો બનાવો ત્યારે અહીં ઉછેરેલા વૃક્ષો વિનાશ ને હારે એકાદ મહિનામાં થઈ જશે ત્યારે નગરપાલિકા દ્વારા અથવા નગરપાલિકાના વહીવટદાર દ્વારા આ ફોટામાં સ્પષ્ટ કનેક્શન કાપેલું દેખાય છે