રાજુલામાં છોકરીને ભગાડવા પ્રશ્ર્ને પોલીસ સ્ટેશને ટોળા એકત્રં

રાજુલા,
રાજુલા શહેરમાં કુંભારવાડા વિસ્તારમાંથી એક કોળી સમાજની દીકરી મુસ્લિમ સમાજના યુવક ભગાડી જતા રાજુલામાં પોલીસ સ્ટેશનને ટોળું ઘસી ગયું હતું અને ઉગ્ર રજૂઆત કરી હતી ઘટનાની જાણ થતા ડીવાયએસપી પીઆઈ સહિતનો કાફલો રાજુલા પોલીસ મથકે દોડી આવ્યો હતો રાજુલા શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક કોળી સમાજની 20 વર્ષથી દીકરીને આ જ વિસ્તારમાં રહેતો એક મુસ્લિમ સાથે ભગાડી ગયેલ હતો આ બાબતે આજે કોળી સમાજના લોકો દ્વારા કોળી સમાજની વાડીમાં મીટીંગ કરી અને રેલી કાઢી રાજુલા પોલીસ મથકે પહોંચ્યા હતા .અને પીઆઇ તેમજ ડીવાયએસપી ને ઉગ્ર રજૂઆત કરી હતી આ બાબતે પોલીસે તમામ કોળી સમાજના આગેવાનોને સાંભળ્યા હતા અને જણાવ્યું હતું કે આ દીકરી બાબરા સુધી રિક્ષામાં ગયો હોવાનું છેલ્લું લોકેશન મળેલ છે હજુ એ દિશામાં તપાસ ચાલુ છે પ્રથમ ગુમની ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી હતી. 100 કરતા વધુ લોકો કોળી સમાજના ભાઈઓ બહેનો આજે રાજુલા પોલીસ મથકે દોડી આવ્યા હતા જ્યાં પોલીસ એ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે મોડી રાતે અપહરણનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી ડીવાયએસપી હરેશ વોરાએ જણાવ્યું હતું કે આ બાબતે ફરિયાદ અગાઉ લેવાય ચૂકી છે અને વધુમાં આ મુસ્લિમ યુવક સામે અપહરણનો ગુનો દાખલ કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે અને રાજુલા શહેરીજનોને હિન્દુ મુસ્લિમની દીકરા દીકરીઓ હોય આથી શાંતિ રાખવા માટે ડીવાયએસપી હરેશ વોરાએ અપીલ કરી હતી અને ગમે ત્યાં થી યુવકને શોધી લઇ આવીશું અત્યારે અમારી ક્રાઇમ બ્રાન્ચ સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ સહીત 6 જેટલી ટીમો બનાવી આરોપીને પકડવા કવાયત હાથ ધરી