અમરેલી હાઉસીંગબોર્ડમાં બે મકાનોને નિશાન બનાવતા તસ્કરો

અમરેલી,
અમરેલી ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર ઈ/20 રાજ ચામુંડા રાજુભાઈ હિંમતભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં તા. 20-21-1-24 ના રાત્રિના 11 થી સવારના 6 દરમ્યાન ઘરનો દરવાજો અંદરથી ખોલી અદર પ્રવેશી સોનાની વીંટી ગુરૂના નંગ વાળી 6 ગ્રામ રૂ/.24,000 ની તેમજ રૂદ્રાશની સોનાથી મઢેલી માળા 26 ગ્રામ રૂ/. 1,04,000 ની મળી કુલ રૂ/. 1,28,000 તથા ચિગભાઈ વિઠલભાઈ અજમેરાના ઘરેથી ચાંદીના બે કરડા રૂ/.1000 મળી કુલ રૂ/.1,29, 000 ના મુદામાલની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ થતા પોલીસે ગણતરીનાં દિવસોમાં તપાસ હાથ ધરી અને આરોપી ચેતનભાઇ પ્રકાશભાઇ રાઠોડને શોધી કાઢ્યો હતો. અને ચોરીનો મુદ્દામાલ પણ રીકવર કર્યો