સીસીટીવીની મદદથી પાકીટ શોધી મુળ માલિકને પરત કરતી દામનગર પોલિસ ટીમ

અમરેલી ,
દામનગર પોલિસ સ્ટેશનવિસ્તારમાં રાભડા ચોકડી પાસે તા. 4-2 ના ભરતગીરી નટવરગીરી ગોસાઈ શાકભાજીની લારીએ પૈસા ચુકવવા પાકીટ કાઢયા બાદ રસ્તામાં પાકીટ પડી જતા દામનગર પોલિસને જાણ કરતા સીસીટીવી કુટેજ ચેક કરતા રાભડા ચોકડી પાસે એક સ્પ્લેન્ડર લઈને જતા શખ્સોમાંથી એક શખ્સે ઉતરી નીચે પડેલ પાકીટ લેતા જોવા મળેલ. તેને ટ્રેસ કરી મળી આવતા પોલિસે પુછપરછ કરતા રાભડા ચોકડીએ આવેલ શાકભાજીની લારી પાસેથી પાકીટ મળ્યાનું જણાવતા પી.એસ.આઈ. બી.પી. પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ સી.ટીમ કર્મચારી તથા હે. કોન્સ. કે.આર. સાંખટ, પો.કોન્સ. જયંતિભાઈ વાઘેલા, સર્વેલન્સ સ્ટાફના પો. કોન્સ . હર્ષદભાઈ ડાભીએ મુળ માલિકને શોધીને પાકીટ પરત કરેલ. જેમાં આધારકાર્ડ ,પાનકાર્ડ , એટીએમકાર્ડ બે નંગ, ક્રેડીટ કાર્ડ,તથા રોકડ સહિત સહીસલામત પરત કરવામાં આવ્યું.