અમરેલી નાગરિક સહકારી બેંક દ્વારા 6 લોન ડિફોલ્ટરો સામે કોર્ટમાં ફરિયાદ

અમરેલી,
અમરેલી નાગરિક સહકારી બેંકના લોનના હપ્તા નહીં ભરનાર પારેખ સિલેકશન પ્રો.કેયુમભાઇ ગફારભાઇ પારેખ 10-ઇન્દીરા શોપિંગ સેન્ટર દોલતરાય સ્કુલ પાસે રૂા.19,22,518, પિન્ટુભાઇ કેશુભાઇ સેંજાણી રોકડીયા કાળભૈરવ મંદિર પાસે રૂા.20,000, રાજેશભાઇ વૃજલ્લાભાઇ મોરજરીયા ગુરૂકૃપાનગર ચિતલ રોડ રૂા.1,00,000 , સુરેશભાઇ હિંમતલાલ ભરખડા એસટી બસ સ્ટેન્ડ રોડ અમરાપરા મુ. બગસરા રૂા. 1,00,000 , દિનેશભાઇ ધનજીભાઇ સોલંકી બહારપરા સામુદ્રી માતાના મંદિર પાસે રૂા. 50,000, વસીમભાઇ ફારૂકભાઇ પરમાર નગીના મસ્જીદ પાસે બાયચા વડ રૂા.1,00,000 ચેક રિર્ટન થતાં ચિફ કોર્ટમાં ફરિયાદ નોંધાવતા અન્ય હપ્તા કે વ્યાજ ભરવા કે સીસી રિન્યું કરવામાં ઠાગાઠૈયા કરનાર લોન બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બેંકની રિકવરી કામગીરી અંગે દેખરેખ રાખનાર ડિરેકટર પીપી સોજીત્રા જણાવ્યા મુજબ હજુ પણ ટુંક સમયમાં એવા સી.સી. ધારકો કે જેઓ લાંબા સમયથી સી.સી. રિન્યુ કરાવતા ન હોય કે વ્યાજ અને સ્ટોક પત્રક નિયમિત આપતા ન હોય તેઓની સામ કોઇપણ શેહ શરમ વગર શખ્ત પગલા ભરવામાં આવશે.