ચલાલામાં લિક્વીડ રાસાયણીક ખાતરનું વિતરણ કરતાં શ્રી સંઘાણી

ચલાલા,
ગુજકો માસોલ દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ચલાલામાં આવેલ ગુજકોમાસોલ ખાતર ડેપો પરથી ઈફકો અને ગુજકો માસોલના ચેરમેન સહકાર શીરોમણી શ્રી દિલિપભાઈ સંઘાણીના વરદ હસ્તે જે ખેડુતોને એક હેકટરથી વધા્રે જમીનવાળા ખેડુત ખાતેદારોને ભારત બાયોનોરીશની બે બોટલ વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ હતી. આ તકે ગુજકો માસોલ અમરેલી-ચલાલાના અધિકારી દ્વારા દિલિપભાઈ સંઘાણી, અરૂણભાઈ પટેલ, ધીરૂભાઈ વાળા, ભાવેશભાઈ વારો, જયંતિભાઈ પાનસુરીયાનું શાલ અને ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.હંમેશા ખેડુતોની ચિંતા કરી છે. એવા સહકાર શિરોમણી લોકનેતા શ્રીદિલિપભાઈ સંઘાણી ઉપસ્થિત ખેડુત મિત્રોને ગુજકોમાસોલ અને ભારત બાયોનોરીશ ની વિસ્તૃત માહિતિ આપી માહિતગાર કર્યા હતા. ત્યારબાદ અમરેલી જીલ્લા ખ.વે. સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયાએ વિસ્તૃત માહિતિ આપી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ માલવીયા, હિંમતભાઈ દોંગા, ભયલુ ભાઈ વાળા, ્પ્રકાશભાઈ કારીયા ,અશોક ભાઈ કાથરોટીયા, ઘનશ્યામ ભાઈ કાથરોટીયા , મોટી સંખ્યામાં ખેડુત મિત્રો ઉપસ્થિત રહયા હતા. આ સમગ્ર કાર્યક્રમ અમરેલી જીલ્લા ખ.વે. સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયાના માર્ગદર્શન નીચે યોજાયો હતો.કાર્યક્રમનુ સંચાલન પ્રકાશભાઇ કારીયાએ કર્યુ હતું.